વણકર સેવા સંઘ
 
 

અમારા વિષે...

 

અમદાવાદ તથા આજુબાજુના દરેક વિસ્તાર માથી મોટા ભાગના આપણા વણકરભાઈઓ ચાંદખેડા અને મોટેરામાં પોતાની વસાહત બનાવીને સ્થાયી થયા છે. પરિણામે આવિસ્તારમા વણકર જ્ઞાતિના લગભગ 6 થી 7 હજાર કુટુંબોની સંખ્યા ચાંદખેડાની જુદીજુદી સોસાયટીમાં વસવાટ કરી રહી છે. આમ ચાંદખેડા વિસ્તાર વણકરોનો હબ તરીકે ઉભરી આવ્યો છે. ત્યારે શ્રી નટવરભાઇ મકવાણા, શ્રી ધનજીભાઇ પરમાર, શ્રી કાન્તિલાલ પરમાર, શ્રી પોપાટલાલ સુતરીયા તથા ગોવિંદભાઇ મકવાણા વિજ્યા ટ્રાવેલ્સની ઓફીસમા ભેગા થયા ત્યારે તેઓના મનમાં સમસ્ત વણકર સમાજને સંગઠીત કરવાનો વિચાર આવ્યો અને તેમણે અમુક મિત્રોની મિટિંગ  વિજ્યા ટ્રાવેલ્સમાં બોલાવવામાં આવી અને આ મિટિંગમા કુલ 30 વણકર ભાઇઓએ હાજરી આપી હતી. અને દરેક સભ્ય નો એકજ સુર આવ્યોકે, આપણા સમાજને સંગઠીત કરીને વિકાસના કાર્યો કરવા, ત્યારબાદ 5/10/2014 ના રોજ વનટેન બેન્કવેટ હોલમાં ચાંદખેડા – મોટેરામાં વસતા સમાજના આગેવાનો, બુદ્ધીજીવીઓ, વડીલો, તેમજ મહાનુભાવોની “વણકર સમાજ સદભાવાના બેઠકનુ”  આયોજન કરવામાં આવ્યુ.

 

અને આ સદભાવના બેઠકમાં આવેલ સલાહ- સુચનો દ્વારા એક એવો સુર બહાર આવ્યો કે, સમસ્ત વણકર સમાજના સર્વાગી વિકાસ માટે ગોળ પરગણા થી બહાર રહીને એક સંગઠનની સ્થાપના કરવી અને બધા એક થઇને ખભે ખભા મિલાવીને આ સંગઠનમા જોડાઇ જવું. ત્યાર બાદ તેનો વ્યાપ વધારવા અને મોટો સમુહ બોલાવવાના ભાગ રૂપે તા. 4/11/14 ના રોજ સ્નેહમિલનનુ આયોજન કરવામાં આવ્યુ અને આ સ્નેહમિલનમાં લગભગ 1500 થી વધારે વણકર બંધુઓએ હાજર રહીને  “વણકર સેવા સંઘ ” નું ગઠન કરવામા આવ્યુ. અને આજીવન  સભ્યપદના રૂ. 1000/-  સભ્યફી નક્કી કરવામા આવતા જ તેજ દિવસે એક કલાકના સમયમાં 100 થી વધારે આજીવન સભ્ય બની સમાજના વિકાસ માટે રૂ 1,00,000/-  થી વધારે ફાળો નોંધાવ્યો. અને આ સંગઠન વિવિધ પ્રવ્રુતિઓ દ્વારા “VSS” ના નામથી ઓળખવવા લાગ્યું. આ સંઘ ચાંદખેડા – મોટેરામાં કાર્યરત કોઇપણ ગ્રુપ, મંડળ,  ટ્રસ્ટ કે સંસ્થાનુ પ્રતિસ્પર્ધિ નથી.

 

આમ હાલમાં વણકર સેવા સંઘ એ ગોળ પરગણા થી બહાર રહીને વિવિધ પ્રવ્રુતિઓ દ્વારા સમસ્ત વણકર સમાજને સંગઠીત કરીને શિક્ષણ ક્ષેત્રે તેમજ આર્થિક તેમજ સામજીક ક્ષેત્રે સમાજના સર્વાંગી વિકાસના હેતુથી લગભગ 1000 થી પણ વધારે સભ્યો ચાંદખેડામા કાર્યરત છે. આ સંગઠનમાં જોડાવવા દરેક વણકર બંધુઓને અમે આવકરીએ છીએ.

 

વણકર સેવા સંઘના મિશન અને વિઝન 

 
2848

શૈક્ષણીક

 • સ્પર્ધાત્મક પરીક્ષા માટે સ્પર્ધાત્મક વર્ગો ચલાવીને દરેક સમાજના ઉમેદવારની સફળતા માટે જરૂરી માર્ગદર્શન આપવું.
 • ભવિષ્યમાં વિધ્યાર્થીઓ માટે “નીટ” અને “ગેટ” ના વર્ગો તથા “SSC” તેમજ “HSC” ના વર્ગો ચાલુ કરીને દરેક સમાજના વિધાર્થીઓની પ્રગતી માટે સફળ પ્રયાસ કરવો.

સામાજીક

 • વણકર સમાજના દરેક ગોળના વ્યક્તિઓ માટે એક થવાનું આ પ્લેટફોર્મ છે.
 • વણકર સમાજના લગ્ન વાંચ્છુક યુવક-યુવતીઓ માટે મેરેજબ્યુરો તથા પસંદગી મેળાનુ આયોજન કરવું.
 • સમુહ લગ્નનું આયોજન કરવું.
 • વ્યસન મુક્તિના કાર્યક્રમનું આયોજન કરીને સમાજ માંથી વ્યસન દુર કરવા પ્રયત્ન કરવો.
 • મહિલાઓના વિકાસ અર્થે સ્ત્રીસશક્તિકરણના કાર્યકમોનું આયોજન કરવું.

આર્થીક

 • બેરોજગાર યુવક-યુવતીઓ માટે ભરતીમેળાનું આયોજન કરવું.
 • મહિલાઓને પગભર થવા માટે ગ્રુહઉધોગો સ્થાપવા.
 • VSS માર્ટ દ્વારા દરેક સમાજને ગુણવત્તા સભર જીવન જરુરી વસ્તુ વ્યાજબી ભાવે મળે તેવી વ્યવસ્થા કરવી.
 • લોકોમા બચતની ટેવ કેળવાય તથા જરૂરીયાત મંદને આર્થિક મદદ થાય તે હેતુથી VSS બચત મંડળની સ્થાપના કરવી.

 
1000આજીવન સભ્યો
53કાર્યક્રમો
70ટીમ

વણકર સેવા સંઘના લક્ષ્યાંકો 

 
2848

ટુંકા ગાળાના લક્ષ્યાંકો  

 • ક્રેડિટ સોસાયટીઓ દ્વારા બચત મંડળો કાર્યરત કરવા
 • લોકોના સ્વચ્છ આરોગ્ય માટે મેડિકલ કેમ્પ, યોગાસન અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવું
 • આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ચોપડા અને પુસ્તકોનું વિતરણ કરવું અને લાઇબ્રેરીની સ્થાપના કરવી
 • નોકરી વાંચ્છુકો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના વર્ગોનું આયોજન કરવું
 • વ્યસનમુક્તિના નિરંતર પ્રભાવી કાર્યક્રમો કરવા
 • સમાજની ડિરેક્ટરી, પસંદગી મેળાઓ તથા સમુહ લગ્નોનું આયોજન કરવું
 • મહિલા સશક્તિકરણના કાર્યક્રમોનું આયોજન અને આ દિશામાં કાર્યરત નામાંકિત NGO સાથે મહિલા ઉત્કર્ષ માટે MOU કરવા.

લાંબા ગાળાના લક્ષ્યાંકો 

 • ચાંદખેડા અથવા ગાંધીનગરમાં
 • લગભગ 1,500 થી 2,000 ચો. વાર જમીન ખરીદીને સમાજભવન અને હોસ્ટેલનું નિર્માણ કરવું
 • આ સુચિત ભવનનની અંદરની બાજુ માં મહાવીર મેઘ માયા અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓનું સ્થાપન કરવું
 • VSSના કાર્યક્ષેત્રને સમગ્ર ગુજરાતમાં વ્યાપ  કરવો

વણકર સેવા સંઘ